ગાંધીધામ: મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પ્રકાશિત કરાયા ;મોટા પાયે સ્ટ્રીટલાઈટ લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પ્રથમ વખત મોટા પાયે સ્ટ્રીટલાઈટ લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુન્દ્રા સર્કલથી શિનાય રોડ તેમજ આદિપુરથી અંજાર રોડ પર કુલ અંદાજે 600 જેટલી નવી સ્ટ્રીટલાઈટ લગાડવામાં આવી છે. આ કામગીરીથી રાત્રિના સમયે વાહનચાલકોને વધુ સુવિધા મળશે અને અકસ્માતોની સંભાવના પણ ઘટશે. GDMC દ્વારા આ પહેલને વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.