અંજાર: હાઈવે પર ગોઝારો અકસ્માત: ટ્રેઈલરની ટક્કરે બાઈક સવાર બે ગંભીર
Anjar, Kutch | Jun 29, 2026 અંજાર હાઈવે પર ટ્રેઈલરે બાઈકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.