ભાવનગર શહેર: નકલી દારૂ કાંડ મામલે ઝડપાયેલા દિલ્હીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરાયો
Bhavnagar City, Bhavnagar | Sep 10, 2026
ભાવનગરમાં બહુચર્ચિત નકલી દારૂ કાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 39 આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લીધા છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને દિલ્હીના મંદીપસિંઘ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જેના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ ખાતે રજુ કરાયો હતો. ત્યારે કોર્ટ દ્વારા જેલ હવાલે કરવાનો હુકમ કરાયો છે.