ગાંધીધામ: પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા પેપર લીક અને મોંઘવારી વિરોધમાં યોજાઈ મસાલ રેલી
તારીખ 31 મે ના રોજ ગાંધીધામના સર્કિટ હાઉસ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસની મહત્વની કારોબારી બેઠક યોજાઇ કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા નીટ (NEET) પરીક્ષા પેપર લીક કૌભાંડ, વધતી જતી મોંઘવારી તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે જાહેર જનતાના સમર્થન સાથે વિરોધ નોંધાવવા મસાલ રેલી યોજવામાં આવી હતી.