ગાંધીધામ: ઘરફોડ ચોરીના ગુનામા સંડોવાયેલ આરોપીઓને ગણતરીની કલાકોમાં ચોરી કરેલ મુદામાલ સાથે પકડી પાડતી આદિપુર પોલીસ
આદિપુર પીઆઈ એમ.સી.વાળા અને પીએસઆઈ આર.એમ.ડુવાની ટીમે જુમાપીર ફાટક નજીક વોચ ગોઠવી પલ્સર બાઇક પર જતા અંજારના વર્ષામેડીના જગદીશ જીવાભાઈ રાઠોડ અને વસંત રમેશ વારૈયાને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ₹8,62,335નો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં એક વિદેશી પિસ્ટલ, 26 જીવતા કારતૂસ, સોના- ચાંદીના ઘરેણાં, ૩ લેપટોપ, 11 મોબાઈલ ફોન અને રોલેક્સ-રાડો સહિતની 35 મોંઘી ઘડિયાળો સામેલ છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.