મોરવા હડફ: મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે પોતાના માદરે વતન ગોભલી ખાતે પરિવારજનો સાથે મતદાન કર્યું
લોકતંત્રના મહાપર્વ નિમિત્તે સમગ્ર જિલ્લામાં ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વિવિધ મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી.આ પ્રસંગે મોરવા હડફ વિધાનસભા ક્ષેત્રની ધારાસભ્ય નિમિષાબેન સુથારે પોતાના માદરે વતન ગોભલી ખાતે પરિવારજનો સાથે મતદાન કરી લોકતંત્ર પ્રત્યેની નૈતિક અને રાષ્ટ્રીય જવાબદારીનું નિભાવ્યું હતું.