અંજાર: ટયુશન ક્લાસ સંચાલિકા પાસેથી ધમકી આપી રૂ. 7.50 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ
Anjar, Kutch | Jun 15, 2026 અંજારમાં ટયુશન ક્લાસ ચલાવતી એક યુવતીએ સ્થાનિક પોલીસ મથકે ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી અનિશ જિએજાએ યુવતીનો મોબાઈલ નંબર ટયુશનની પત્રિકામાંથી મેળવી તેની સાથે ઓળખાણ કેળવી હતી.બાદમાં આરોપીએ યુવતીને વારંવાર છરી બતાવી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી વર્ષ 2019થી અત્યાર સુધી ટુકડે-ટુકડે કુલ રૂ. 7.50 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.