ગાંધીધામ: પૂર્વ કચ્છમાં CNG નેટવર્ક સ્થાપનાનો માર્ગ મોકળો,સુપ્રીમ કોર્ટે CNG પાઇપલાઇનનો કાનૂની વિવાદ ફગાવ્યો
ભારતની સર્વોચ્ચ અદાલતે પૂર્વ કચ્છમાં સીએનજી ગેસ પાઈપલાઈન નેટવર્ક સ્થાપવાના માર્ગમાં રહેલી લાંબા સમયની કાનૂની અડચણો દૂર કરી દીધી છે.ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આ ઐતિહાસિક નિર્ણયને હર્ષભેર વધાવી લીધો છે. ચેમ્બર પ્રમુખ તેજાભાઇ કાનગડે જણાવ્યું હતું કે, કંડલા-મુન્દ્રા બંદરો અને મોટા ઔધોગિક હબને કારણે અહીં કિફાયતી ઇંધણની ભારે જરૂરિયાત હતી. કોર્ટના આ ચુકાદાથી હવે પૂર્વ કચ્છમાં સીએનજી આધારિત આધુનિક સુવિધાઓનો ઝડપી વિસ્તાર થશે.