શહેરા: શહેરા પોલીસે ગણતરીના દિવસોમાં જ બાઈક ચોરીનો ભેદ ઉકેલી ચોરીની બાઈક સાથે એક શખ્સની ધરપકડ કરી હતી
શહેરા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો,તે દરમિયાન બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં પસાર થતાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગુગળીયા ગામના દિનેશ અર્જુન ડામોરને ઉભો રાખી પોલીસે તેની પાસે રહેલી કાળા કલરની હીરો હોન્ડા પેશન-પ્રો બાઈક અંગે પૂછપરછ કરી અને વાહનના એન્જિન તથા ચેસિસ નંબરની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ બાઈક અઠવાડિયા પહેલા ગુગળીયા ગામેથી ચોરી કરવામાં આવી હતી,જેથી ચોરીની બાઈક સાથે દિનેશ ડામોરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે