ભાવનગર શહેર નજીક આવેલા તરસમ્યા વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂ અંગેની બાતમીના આધારે રેડ કરી હતી. જે રેડ દરમિયાન પોલીસે એક સ્કૂટરમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી હતી. જે અંગે પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી સ્કૂટર ઝડપી લઇ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.