અંજાર: મેઘપર બોરીચી વિસ્તારમાં ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના
Anjar, Kutch | May 18, 2026 અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં ગોકુલ કંપનીની સામે ઉભેલા એક ટ્રકમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ મનપા ફાયર વિભાગને બપોરે અંદાજે 12:43 કલાકે કરવામાં આવી હતી, જેના પગલે ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અંદાજિત એક કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમા લીધી હતી.. ફાયર વિભાગ દ્વારા સમયસર કામગીરી કરતા આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી.