જાંબુઘોડા: જાંબુઘોડા હાઈવે પર નીલકંઠ પેટ્રોલ પંપનો વિવાદ,દિવસે ખેડૂતોને કાળઝાળ ગરમીમા ધક્કા,રાત્રે કારબાઓમા ઇંધણનુ ખુલ્લેઆમ વેચાણ
હાલ સમગ્ર રાજ્યમા પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આ કપરા સમયમા જાંબુઘોડા હાઇવે પર આવેલા નીલકંઠ પેટ્રોલ પંપની એક ચોંકાવનારી અને ખેડૂત વિરોધી નીતિ સામે આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ખેડૂતો જ્યારે કાળઝાળ ગરમીમાં પોતાના ટ્રેક્ટર કે ખેતીના સાધનો માટે માત્ર ૨ થી ૫ લીટર ડીઝલ લેવા નીલકંઠ પેટ્રોલ પંપ પર જાય છે,ત્યારે પંપના સ્ટાફ દ્વારા "ડીઝલ નહીં મળે" તેમ કહી સખત શબ્દોમાં ખેડૂતોને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે