ગાંધીધામ: બી ડિવિઝન પોલીસે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપ્યો
ગાંધીધામ શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ઘરની બારી પાસે ચાર્જિંગમાં રાખેલો મોબાઈલ ચોરી જનાર તસ્કરને ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો,e-FIR દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે પીઆઈ એસ.વી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એલ.એન.વાઢીયા,સી.એચ બડીયાવદરા અને પોલીસ કર્મચારીઓએ હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી રાપર તાલુકાના લખાગઢના 22 વર્ષીય આરોપી અરજણ દેવાભાઈ ભરવાડને 22,000ની કિંમતના વીવો મોબાઈલ સહિત ઝડપી લીધો હતો.