અંજાર: નગરપાલિકા પૂર્વ પ્રમુખે ઉમેદવારી ના નોંધાવાનું શું કારણ જણાવ્યું જાણો
Anjar, Kutch | Apr 11, 2026 આજરોજ અંજારમાં ભાજપ દ્વારા વિજય સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવા પૂર્વે પાર્ટી કાર્યકરો સાથે બેઠક યોજાઈ હતી.આ તકે અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ ઉમેદવારી ના નોંધાવવાનું કારણ જણાવ્યું કે, અન્ય યુવાઓને પાર્ટીની સેવા કરવાની તક મળે અને આવનારી પેઢી આગળ આવે તેવા હેતુથી પૂર્વ પ્રમુખ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી ન હતી.