ગાંધીધામ: મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો નાખતા આલ્ફા સેલ વર્લ્ડ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી
ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનર બી.ડી. દવેરાની સૂચના મુજબ મનપાના સફાઈ વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત જાહેરમાં કચરો નાખનાર આલ્ફા સેલ વર્લ્ડ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.જાહેરમાં કચરો નાખવામાં આવેલ હોવાનું સામે આવતા સંબંધિત સામે રૂ. 5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.