ગાંધીધામ: મહાનગરપાલિકા દ્વારા વિવિધ શાળાઓમાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમો યોજાયા
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત વોર્ડ વિસ્તારોની વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, સ્વચ્છતા રેલી તેમજ સ્વચ્છતા શપથ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.