અંજાર: નગરપાલિકામાં એક જ પરિવારના બાપ-દીકરી બિનહરીફ વિજેતા
Anjar, Kutch | Apr 19, 2026 સને ૧૯૮૨ થી ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા સક્રિય કાર્યકર અને અંજાર નગરપાલિકામાં સતત ચાર ટર્મ (૨૦ વર્ષ) સુધી કાઉન્સીલર તરીકે તેમજ પુર્વ કારોબારી ચેરમેન તથા પુર્વ પ્રમુખ તરીકે સેવા આપનાર સ્વ.સિવ સામજી પાલુશેઠ વર્ષ ૨૦૧૦ની અંજાર નગરપાલિકાની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થયા હતા.તેમના જ દીકરી શ્રીમતિ તારા પ્રકાશ રોશિયા અંજાર નગર પાલિકાની સામાન્ય ચુંટણી ૨૦૨૬માં વોર્ડ નંબર ૩માં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરી બિનહરીફ વિજેતા થયા છે.