અંજાર: વરસામેડીની બાપુ કોલોનીમાં યુવકની કરપીણ હત્યા
Anjar, Kutch | Jun 10, 2026 અંજારના વરસામેડી નજીક આવેલી બાપુ કોલોનીમાં મૂળ એમપીનો 28 વર્ષિય સંજયસિંહ ગૌડ વેલસ્પનમાં લેબર વર્ક કરતો હતો. ગતરાત્રે 11.30 વાગ્યે પડોશમાં રહેતા યુપીના અરવિંદ નામના શખ્સે તેની બાઇક પર લઘુશંકા કરવા બાબતે સંજય સાથે ઝઘડો કરી છરી વડે ચહેરા અને છાતી પર વાર કરી નાખ્યા હતા. હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ સંજયનું મોત નીપજ્યું હતું.પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.