ગાંધીધામ: ડીપીએ કંડલાએ સ્થાપ્યા નવા કીર્તિમાન, દરિયાઈ કાર્ગો સંચાલનમાં નોંધપાત્ર સિદ્ધિઓ
દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA), કંડલાએ દરિયાઈ કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે નવા કીર્તિમાનો સ્થાપી ભારતના બંદર ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ વધુ મજબૂત બનાવી છે.ડીપીએ દ્વારા એક જ દિવસમાં 7,75,251 ટન કાર્ગો હેન્ડલિંગ કરીને રાષ્ટ્રીય સ્તરે નવો વિક્રમ નોંધાવ્યો છે. ઉપરાંત, માત્ર 24 કલાક દરમિયાન પાંચ સમકાલીન Ship-to-Ship (STS) ટ્રાન્સશિપમેન્ટ ઓપરેશન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરીને કાર્યક્ષમતાનો ઉત્તમ દાખલો રજૂ કર્યો છે.