ગાંધીધામ: પત્રકારો વિરુદ્ધ ફરિયાદ પહેલાં નિષ્પક્ષ તપાસની માંગ સાથે ગુજરાત પત્રકાર એકતા પરિષદની એસપી કચેરી ખાતે રજૂઆત
ગુજરાત પત્રકાર એકતા પરિષદ, પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પત્રકારો વિરુદ્ધ કોઈપણ ફરિયાદ નોંધતા પહેલાં તથ્યોની નિષ્પક્ષ અને પ્રાથમિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.સાથે જ પત્રકારત્વની સ્વતંત્રતા અને લોકશાહીના ચોથા સ્તંભની ગરિમા જળવાઈ રહે તે માટે ન્યાયી અને પારદર્શક પ્રક્રિયા અપનાવવાની પણ વિનંતી કરવામાં આવી છે.