ગાંધીધામ: ખોડીયાર નગર વિસ્તારમાંથી SOG પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઈનના જથ્થા સાથે એક ઈસમને ઝડપ્યો
SOG પો.ઈન્સ.એ.આર. ગોહીલ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે ખોડીયાર નગર વિસ્તારમાં દરોડો પાડી કાર્યવાહી દરમિયાન દુકાન ચલાવતા ભરત રેવાભાઈ દેવીપૂજક (ઉ.વ. ૪૧)ને ૮.૯૨૦ ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી ડિજિટલ વજનકાંટો,મોબાઈલ ફોન સહિત 1,83,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ મામલે પકડવાનો બાકી હોવાનો સપ્લાયર સહિત પકડાયેલ આરોપી વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરાઈ છે.