ભાવનગર શહેર: જૂની માણેકવાડી વિસ્તારમાં વાહનમાં થયેલી તોડફોડના લાઈવ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા #viralshorts
Bhavnagar City, Bhavnagar | Sep 11, 2026
ભાવનગર શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં મકાન બાબતે કોઈ માથાકૂટની ઘટના સામે આવી હતી. જૂની માણેકવાડી વિસ્તારમાં થયેલી માથાકૂટ મામલે ઘટના અંગેના લાઇવ વિડિયો સામે આવ્યા હતા. જેમાં વાહનોમાં તોડફોડ કરાવતી હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી. સમગ્ર બનાવ અંગે મકાનમાલિક દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.