અંજાર: નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે દેવળીયાનાકા પબ્લિક પાર્ક સામે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
Anjar, Kutch | Jul 4, 2026 અંજાર નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે દેવળીયાનાકા પબ્લિક પાર્ક સામે આવેલી તેમની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ બી. છાંગાના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન એસ. ખાંડેકાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.