ગાંધીધામ: ટાગોર રોડ પર મૃત વાછરડું ફેંકાતા રોષ, રોડ બ્લોકથી ટ્રાફિક જામ
ગાંધીધામના ડીપીટી ગ્રાઉન્ડ નજીક ટાગોર રોડ પર એક કોથળામાં મૃત વાછરડું ફેંકી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટના સામે આવતા જ લોકો એકત્ર થયા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રોડ બ્લોક કરી દીધો હતો. રોડ બ્લોકના કારણે ટાગોર રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો હતો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.