ગાંધીધામ: “જળસંચયથી જળસમૃદ્ધિ તરફ ગાંધીધામ ચેમ્બરનું પ્રેરણાદાયી પગલું,150 ફૂટ રેઇનવોટર રિચાર્જ બોર સાથે અનોખો માટી-સંગ્રહ પ્રયોગ”
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના દૃષ્ટિકોણને સાકાર કરવા માટે ચેમ્બર પ્રાંગણમાં ૧૫૦ ફૂટ ઊંડો રેઇનવોટર રિચાર્જ બોર તૈયાર કરાયો છે.સેપ્ટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અભિગમ આધારિત સેમિનારથી પ્રેરાઈને આ અનોખો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ચેમ્બર પ્રમુખ તેજાભાઇ કાનગડે અન્ય ઉધોગો અને રહેણાંક સંકુલોને પણ વરસાદી પાણીના સંગ્રહ માટે આહવાન કર્યું છે.