જેસર: કાત્રોડી અને હિપાવડલી વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
કાત્રોડી અને હિપાવડલી વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત જેસર તાલુકાના કાત્રોડી હિપાવડલી વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્મતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે માર્ગ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત કયા કારણોસર સર્જાયો અને મૃતકની ઓળખ સહિતની વધુ વિગતો હજુ સામે આવી નથી.