કાલોલ: કાલોલ ઓમ ટેનામેન્ટ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ‘અખંડ ભારત સંકલ્પ દિવસ’ની ઉજવણી કરાઈ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કાલોલ નગર મહાવિદ્યાલય વિભાગ હેઠળ આવેલી શ્રી બિરસા મુંડા શાખા દ્વારા શુક્રવારે રાત્રે કાલોલ સ્થિત ૐ ટેનામેન્ટ ખાતે ‘૧૪ ઓગસ્ટ - અખંડ ભારત સંકલ્પ દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળ સ્વયંસેવકો, તેમના માતા-પિતા, સોસાયટીના રહીશો તેમજ મહાવિધાલય વિભાગના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.