Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: શ્રમિક કલ્યાણ માટે ડીપીએની સંવેદનશીલ પહેલને પોર્ટ વપરાશકારોનો સહયોગ

Gandhidham, Kutch | May 12, 2026
કંડલા સ્થિત દિનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા પોર્ટના વિકાસ સાથે શ્રમિક કલ્યાણને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વધતા તાપમાન અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોર્ટ ખાતે કાર્યરત આશરે ૪૦૦૦ જેટલા શ્રમિકો માટે દરરોજ સવારે ૧૧ વાગ્યે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત બપોર દરમિયાન નાસ્તો અને ચાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ સાથે રાત્રિ દરમિયાન કાર્યરત આશરે ૧૦૦૦ જેટલા શ્રમિકો માટે દરરોજ ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.