ગાંધીધામ: બી ડિવિઝન પોલીસની સમજાવટ બાદ ગાડી પર સ્ટંટ કરતો વીડિયો બનાવવાના મામલે યુવકે જાહેરમાં અફસોસ વ્યક્ત કર્યો
ગાંધીધામ તાલુકાના મીઠી રોહર ગામના રહેવાસી મુસ્તાક મામદ સોઢાએ સ્કૂલ સામે પોતાની થાર ગાડી પર સ્ટંટ કરતો વીડિયો બનાવવાના મામલે જાહેરમાં અફસોસ વ્યક્ત કર્યો છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી અને સમજાવટ કરવામાં આવતા યુવકે પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી.