અંજાર: નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી
Anjar, Kutch | May 19, 2026 ગુજરાત સરકારના નિયમો અનુસાર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરાયેલા નાયબ કલેક્ટર (પ્રાંત અધિકારી)ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવે છે. જે અનુસંધાને આજરોજ નાયબ કલેક્ટર સુરેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ અને અંજાર નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી હતી.