અંજાર: આર.ટી.ઓ. ખાતે ટુ-વ્હીલર માટે પસંદગીના નંબરોનું ઇ-ઓક્શન યોજાશે
Anjar, Kutch | Jul 4, 2026 પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અંજાર–કચ્છ દ્વારા ટુ-વ્હીલર વાહનોની નવી સિરિઝ GJ-39-L માટે ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઇ-ઓક્શન યોજવામાં આવશે.ઓનલાઇન અરજી ૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ સાંજે ૪ કલાકથી શરૂ થશે અને ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ સાંજે ૪ કલાક સુધી કરી શકાશે. ઇ-ઓક્શન ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ સાંજે ૪ કલાકથી શરૂ થઈ ૧૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ સાંજે ૪ કલાકે પૂર્ણ થશે.વાહન માલિકો પરિવહન ફેન્સી નંબર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને પસંદગીનો નંબર મેળવી શકશે.