સુરતઃ ઉત્રાણ પોલીસની મોટી કાર્યવાહી, વિવિધ બિલ્ડિંગમાંથી મોંઘા બૂટ-ચપ્પલ ચોરનાર 18 વર્ષીય આરોપી ઝડપાયો. ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે વિવિધ બિલ્ડિંગમાંથી મોંઘા બૂટ-ચપ્પલની ચોરી કરી તરખાટ મચાવનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો. સતત CCTV કેમેરાની તપાસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના મોંઘા પહેરેલા બૂટની 25 જોડી, અંદાજિત કિંમત રૂ.20,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા BNS કલમ 303(2) મુજબના ગુનામાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
सूरतः उतराण पुलिस की बड़ी कार्रवाई, अलग-अलग बिल्डिंगों से महंगे जूते-चप्पल चोरी करने वाला 18 वर्षीय आरोपी गिरफ्तार. उतराण पुलिस स्टेशन क्षेत्र में रात के समय अलग-अलग बिल्डिंगों से महंगे जूते-चप्पल चोरी कर आतंक मचाने वाले आरोपी को पुलिस ने कुछ ह
Udhna, Surat | Aug 26, 2026