ગાંધીધામ: આદિપુર 2-બીમાં પાણી માટે હાહાકાર:પાણી પુરવઠો સંપૂર્ણ ખોરવાઈ જતાં હોબાળો
#Jansamasya
ગાંધીધામ-આદિપુરમાં પાણીની રાડ તીવ્ર બની રહી છે, ત્યારે આદિપુરની 2બી જનતા કોલોનીમાં છેલ્લા 6-7 દિવસથી પાણી પુરવઠો સંપૂર્ણ ખોરવાઈ જતાં હોબાળો મચી ગયો છે. પાણીની તીવ્ર અછતથી તોબા પોકારી ઉઠેલી સ્થાનિક મહિલાઓ આજે વિસ્તારના મુખ્ય પાણીના ટાંકા પાસે એકઠી થઈ હતી અને મહાનગરપાલિકાના વહીવટ સામે આક્રોશ ઠાલવ્યો હતો.