ઘોઘા: કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસને લઇ મહાદેવના દર્શન કરવા લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસને લઇ મહાદેવના દર્શન કરવા લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.... ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલું કોળિયાક ગામ...જ્યાં અરબી સમુદ્રના વિશાળ પટ પર બિરાજમાન છે ભગવાન નિષ્કલંક મહાદેવનું પવિત્ર સ્થાન. દર વર્ષે ભાદરવી અમાસના પવિત્ર દિવસે અહીં યોજાતો લોકમેળો માત્ર મેળો નથી...પરંતુ આસ્થા, પરંપરા, ઈતિહાસ અને લોકસંસ્કૃતિનો અનોખો સંગમ છે. કહેવાય છે કે મહાભારતના યુદ્ધ બાદ પાંડવોને પોતાના સ્વજનોના વધનું દુઃખ અન