ગાંધીધામ: સુંદરપુરી વિસ્તારમાં બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે,નાગરિકોને મહાનગરપાલિકાને સહકાર આપવા અપીલ કરવામાં આવી
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સુંદરપુરી વિસ્તારમાં આવેલ પાણીના ટાંકાની સાફ-સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે સુંદરપુરી પાણીના ટાંકામાંથી સપ્લાય થતા તમામ વિસ્તારોમાં બે દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે.આથી સંબંધિત વિસ્તારના નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ બે દિવસ માટે પાણીનો યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગ કરે તેમજ પાણીનો બગાડ ન કરે. ટાંકાની મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે.