અંજાર: પોલીસની કાર્યવાહી :મેઘપર કુંભારડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
Anjar, Kutch | Jun 14, 2026 અંજાર પોલીસ દ્વારા બાતમીના આધારે મેઘપર કુંભારડીના રવેચીનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.આ મામલે મેરૂભા ઉદેસંગ વાઘેલા સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને તપાસમાં જે નીકળે તે બંનેને પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂ. 1.47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.