ઘોઘા: ઘોઘા તાલુકાના અવાણીયા ખાતે મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ગૃહઉદ્યોગની તાલીમ અપાઈ
ઘોઘા તાલુકાના અવાણીયા ખાતે મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ગૃહઉદ્યોગની તાલીમ અપાઈ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના અવાણીયા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન દિવસની ઉજવણી અંતર્ગત મહિલા ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આત્મા પ્રોજેક્ટ, ભાવનગર દ્વારા વિવેકાનંદ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, કિચન કેનિંગ, ગૃહઉદ્યોગ અને મહિલાલક્ષી સરકારી સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.