ઉમરાળા: AP નેતાઓ પર ખેડૂત યાત્રા બગાડવાનો આરોપ,કોંગ્રેસ યુવા અગ્રણી મોઈન મુલતાનીએ કર્યા ગંભીર આક્ષેપો
આજે તારીખ 16 જૂન સાંજે 6 કલાકે ઉમરાળા કોંગ્રેસ યુવા અગ્રણી મોઈન મુલતાનીએ આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે AAP નેતાઓએ ખેડૂત યાત્રાને બગાડવાનો પ્રયાસ કર્યો હતો.મુલતાનીના જણાવ્યા અનુસાર, ગાંધીનગરમાં કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાની આગેવાની હેઠળ ચાલી રહેલી ખેડૂત યાત્રામાં AAP ના નેતાઓ પણ જોડાયા હતા.