જાંબુઘોડા: જાંબુઘોડાના મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાજપા દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની 12 વર્ષની ઐતિહાસિક વિકાસયાત્રા, જનકલ્યાણ અને આત્મનિર્ભરતાના ઉત્સવ અંતર્ગત આજે સોમવારે ભાજપા જાંબુઘોડા મંડળ દ્વારા મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે 'સ્વચ્છતા અભિયાન' યોજાયું હતું. આ અભિયાનમાં જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ જોડાઈને શ્રમદાન કર્યું હતું.