અંજાર: ચાંદ્રાણીમાં શેઢા પર રસ્તાની તકરારમાં આગ લગાવી ૫.૩૬ લાખનું નુકશાન કરાયું
Anjar, Kutch | Apr 15, 2026 તાલુકાના ચાંદ્રાણી ગામે સર્વે નંબર ૭૩ માં આવેલ શેઢા પર રસ્તાની તકરાર બાબતે આગ લગાવી નુકશાન કરાયું હતું. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ફરીયાદી હરીલાલ મેમાભાઈ હુંબલે જણાવ્યું કે, આરોપી ખીરસરાના કરણભાઈ રબારીએ ફરીયાદીના કબજાની ચાંદ્રાણી ગામની સીમમાં આવેલ જમીનની બાજુમાં આવેલ શેઢાના રસ્તા બાબતે પાડોશી મોડસરના દેવા મંગા રબારી સાથે રેવેન્યુ રાહે તકરાર ચાલુ છે.