ગાંધીધામ: મનપા ડેપ્યુટી કમિશનર એમ.વી. દેસાઈની બઢતી સાથે બદલી
ગુજરાત સરકાર દ્વારા સોમવારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરીને ક્લાસ-1ના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જારી કર્યા છે. આ અંતર્ગત કચ્છ જિલ્લાના 3 અધિકારીઓની બદલી કરાઈ છે અને 4 નવા અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.ગાંધીધામ મનપાના ડેપ્યુટી કમિશનર એમ.વી. દેસાઈને બઢતી સાથે દ્વારકાના આરએસી તરીકે નિયુક્ત કરાયા છે.