ખંભાત: ટીંબા ગામના યુવાનનો કાણીસા આરોગ્ય કેન્દ્રના પટાંગણમાંથી મૃતદેહ મળતા ચકચાર
Khambhat, Anand | Jun 20, 2026 ટીંબા ગામના એક યુવાનનો મૃતદેહ કાણીસા સ્થિત આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના પટાંગણમાંથી મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.મૃતકની ઓળખ ટીંબા ગામના રહેવાસી હરેશભાઈ નટુભાઈ પંચાલ તરીકે થઈ છે.કાણીસા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના પટાંગણમાં યુવાનની લાશ મળી આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લાશનો કબજો મેળવીને પેનલ ડોક્ટરની મદદથી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી છે.