ગાંધીધામ: ગણેશનગર ધાડકાંડઃ સાતેય આરોપીઓને સાથે રાખી બી ડિવિઝન પોલીસ દ્વારા ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન
ગાંધીધામ ગણેશનગર વિસ્તારમાં રહેણાક મકાનમાં ધોકા-છરીના જોરે રોકડ અને જ્યુપિટર વાહનની લૂંટ ચલાવવાના ગુનામાં ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે સાતેય આરોપીઓને આજરોજ ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.PI એસ.વી. ગોજીયા અને પોલીસ ટીમે આરોપીઓ કયા માર્ગેથી આવ્યા, મકાનમાં કેવી રીતે પ્રવેશ્યા, લૂંટને કેવી રીતે અંજામ આપ્યો અને બાદમાં કયા માર્ગે ફરાર થયા તેની ચકાસણી કરી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન ઘટનાની વિવિધ કડીઓની પુષ્ટિ કરી હતી.