*૧૨ વર્ષ, વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના*
૦૦૦૦
*પોરબંદર; વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બળેજમાં જનકલ્યાણ શિબિર યોજાઈ, સેવાઓ ઘરઆંગણે મળી*
૦૦૦૦
*મારી બંને દીકરીઓની હયાતીની ખાતરી જનકલ્યાણ શિબિરના માધ્યમથી સ્થળ પર ખૂબ જ સરળતાથી સંપન્ન થઈ - સ્થાનિક લાભાર્થી શ્રી મહેશભાઈ વેગડા*
૦૦૦૦
પોરબંદર.તા.૨૦; પોરબંદર જિલ્લાના બળેજ ગામ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રધાન સેવક તરીકેના ૧૨ વર્ષ પૂર્ણ થયાના અવસરે જનકલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના ગામડાઓ સુધી સરકારી યોજનાઓ અને વહીવટી સેવાઓ સીધી તેમજ સરળતાથી પહોંચાડવાનો હતો, જેથી સામાન્ય નાગરિકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે.
આ શિબિરમાં ગામના જ લાભાર્થી શ્રી મહેશભાઈ વેગડાએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમની બંને દીકરીઓની હયાતીની ખાતરી કરાવવાની કામગીરી આ જનકલ્યાણ શિબિરના માધ્યમથી ગામમાં ને ગામમાં જ ખૂ