ગાંધીધામ: દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા નેશનલ ફાયર સર્વિસ વીકની ઉજવણી
દીનદયાળ પોર્ટ ઓથોરિટી - કંડલા દ્વારા તા.૧૪થી ૨૦ એપ્રિલ દરમિયાન નેશનલ ફાયર સર્વિસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ફરજ દરમિયાન શહીદ થયેલા બહાદુર ફાયર કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપરાંત એડમિન બિલ્ડિંગ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી હતી. આ તકે, ડીપીએના ઉપાધ્યક્ષ નીલાભ્ર દાસગુપ્તા સહિત હાજર રહ્યા હતા. મોકડ્રિલ દ્વારા આગ જેવી આપત્તિ સમયે કેવી રીતે ઝડપી અને અસરકારક રીતે પ્રતિસાદ આપવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.