ભચાઉ: ગણેશ ટીંબી જવાના માર્ગ પર ભચાઉ પોલીસે વિદેશી દારૂનો નાશ કરાયો
Bhachau, Kutch | Jun 3, 2026 આજે બુધવારે બપોરે કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં ગણેશ ટીંબી જવાના માર્ગ પર સરકારી જગ્યાએ ભચાઉ પોલીસે વીદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. નાયબ કલેક્ટર જ્યોતિબેન ગોહેલ, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા અને ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની હાજરીમાં કરોડોની કિંમતનો વિદેશી દારૂ પર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.