ગાંધીધામ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને બી ડિવિઝન પોલીસ દ્વારા કિડાણા ગામમાં સ્પેશિયલ કોમ્બિંગ નાઈટ યોજાઈ
પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચનાથી ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. એસ.વી. ગોજીયા સહિત ત્રણ પીએસઆઈની ટીમે કિડાણા ગામમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચૂંટણીલક્ષી આદર્શ આચારસંહિતાના અમલ માટે યોજાયેલી આ 'કોમ્બિંગ નાઈટ'માં પોલીસે 36 એમ.સી.આર. અને 9 એચ.એસ. ધરાવતા ઇસમોની તપાસ કરી હતી. આ ઉપરાંત 45 અસામાજિક તત્વો, 18 બૂટલેગરો અને 8 જાણીતા જુગારીઓના રહેઠાણોની ઝડતી લેવાઈ હતી. ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત 169 વાહનો તપાસી 6 વાહનો ડિટેઈન કરાયા હતા.