ગાંધીધામ: ‘બી’ ડિવિઝન પોલીસનો પ્રોહિબિશન કેસમાં સફળ ભંડાફોડ ;મીઠીરોહર વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે આરોપીની ધરપકડ
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે મીઠી રોહર જીઆઇડીસી વિસ્તારમાં એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી પૃથ્વીસિંગ લક્ષ્મણસિંગ ભાટી પાસેથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો,મોટરસાયકલ અને મોબાઈલ સહિત કુલ 1,07,970 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.