જાંબુઘોડા: નારૂકોટ પ્રાથમિક શાળામાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો
જાંબુઘોડાની નારૂકોટ પ્રાથમિક શાળામાં "શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬" અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન તા.24 જૂન બુધવારના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને નવપ્રવેશી ભૂલકાઓનો ઉત્સાહ વધાર્યો હતો.