અંજાર: રતનાલ બાયપાસ પાસેના અકસ્માતમાં ગંભીર ઘવાયેલા વૃદ્ધનું મોત
Anjar, Kutch | May 24, 2026 અંજાર તાલુકાના સિનુગ્રા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરિવાર ભુજ પરત આવતો હતો, ત્યારે રતનાલ બાયપાસ હાઈવે પર અકસ્માત થયો હતો. તે સમયે બે મહિલાના મોત થયા હતા. અન્ય લોકો ઘવાયા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે પૈકી વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત થયું હતું આ અંગે મળતી વિગતો મુજબ ગંભીર રીતે ઘવાયેલા ઈસ્માઈલભાઈની સારવાર ચાલુ હતી ત્યારે તેઓનું સારવાર દરમ્યાન મોત થતા ગોઝારા અકસ્માતમા મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે.